ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી કોરોના અપડેટઃ કુલ પોઝિટિવ કેસનો આંક 456

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 456 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ ત્રણથી ચાર નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

આઇસોલેશન વોર્ડ
આઇસોલેશન વોર્ડ

By

Published : Sep 19, 2020, 1:38 AM IST

Updated : Sep 19, 2020, 1:52 AM IST

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી રોજના સરેરાશ ત્રણથી ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે . જેના પગલે કોરોના દર્દીઓનો કુલ આંક 456 પર પહોંચ્યો છે. જે પૈકી 378 દર્દીઓની સ્વસ્થ થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોરોનાના 25 સક્રિય કેસ છે.

અરવલ્લીમાં કોરોના દર્દીઓનો આંક 456 પર પહોંચ્યો

અરવલ્લીમાં ગામડાઓમાં પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લામાં 4 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 26 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

અરવલ્લી કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 456
  • કુલ સક્રિય કેસ - 25
  • કુલ ડિસ્ચાર્જ - 378

અરવલ્લી જિલ્લામાં હાલ વાત્રક જનરલ હોસ્પિટલ ખાતે- 02, મોડાસા સાર્વજનિક હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 20 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાનો 01 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તેમજ અમદાવાદમાં 02 દર્દીઓ સારવાર હેઠળ છે.

Last Updated : Sep 19, 2020, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details