અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર મેઘરજના નવાગામ ગ્રામ પંચાયતની દફ્તર તપાસણી માટે ઓચિંતી મુલાકાતે ગયા હતાં. તે દરમિયાન તેઓએ નવાગામ ખાતેની પ્રાથમિક શાળાની મુલાકાત પણ લીધી હતી. શાળાના એક વર્ગમાં કલેકટરે બાળકોને પાઠ ભણાવ્યા હતાં.
અરવલ્લીના કલેક્ટર અચાનક પહોંચ્યાં પ્રાથમિક શાળાએ અને પછી... - કલેક્ટરની પ્રાથમિક શાળાની મુલાકાત
મોડાસા: અરવલ્લીના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે શાળાની મુલાકાત લીધી હતી. તેઓએ તે દરમિયાન બાળકોના લેશન લીધા હતાં.
અરવલ્લીના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
કલેકટરે બાળકો સાથે વાર્તાલાપ કરી વિવિધ શૈક્ષણિક પ્રશ્નો પૂછ્યા હતાં. કલેક્ટર શિક્ષક બનીને બાળકોને ગણિતના દાખલા ગણાવ્યા હતાં. આ ઉપરાંત આંગણવાડીની મુલાકાત લઇ કેંદ્રોની પરિસ્થિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. કલેકટરે સ્વચ્છતા અને અન્ય સુવિધાઓનું નિરિક્ષણ પણ કર્યુ હતું.