અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 18 સુધી પહોચ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા હોમ ટુ હોમ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના અસરગ્રસ્ત ગામોમાં જઇને લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી: કોરોના અસરગ્રસ્ત ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - કોરોના વાઇરસ લોકડાઉન
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 18 સુધી પહોચ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા હોમ ટુ હોમ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના અસરગ્રસ્ત ગામોમાં જઇને લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવિષ્ટ 26 જેટલા ગામોમાં ઉકાળા વિતરણની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
આયુર્વેદિક ટીમ દ્વારા અરવલ્લીના કોરોના પ્રભાવિત અને કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ભિલોડાના રામપુરીમાં 2500, કુશાલપુરામાં 350, બાવળીયા 1500, શિલાદ્રી 253, જેતપુરમાં 50, બુઢેલીમાં 1250, પહાડામાં 800, આંબાબારમાં 800 અને ધનસોરમાં 500, ધનસુરના ગોપાલપુરામાં 400, જશવંતપુરામાં 400, મોડાસના ઇસરોલમાં 853, શિણોલ અને શામપુરમાં 3300, નાંદીસણમાં 1500 જયારે બાયડના આંબલીયારા 350, તેમજ તેનપુરમાં 250 લોકોનો આયુર્વેદિક ઉકાળાનો લાભ આપવામાં આવ્યો છે.