અરવલ્લી : જિલ્લા એલસીબી પોલીસને અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં કેટલાક વેપારીઓ લોકડાઉનના સમયમાં ગેરકાયદેસર દુકાન ખુલ્લી રાખી જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓની આડમાં પાન-મસાલા ગુટખા અને માવાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા છગનલાલ મલજીરામ જનરલ સ્ટોર્સમાં રેડ કરી હતી.
અરવલ્લીમાં પાન મસાલાના વેચાણ બંધ કરવવા પોલીસ સતર્ક, 2 દુકાનદારોને ઝડપી પાડ્યા - કોરોના
કોરોનાના પગલે લોકડાઉન અમલમાં છે તેમ છતાં પાન-મસાલાની દુકાનવાળા યેન કેન પ્રકારે રોકડી કરવાનું ચૂકતા નથી. લોકડાઉનના સમયમાં દુકાનો બંધ છે તેનો ગેરફાયદો ઉઠાવી કેટલાક તકવાદી પાર્લર માલિકો પાન-મસાલા અને ગુટખાનો ત્રણ-ચાર ગણો ભાવ લઈ ઘરેથી વેચાણ કરી રહ્યા છે અને કેટલાક તો જીવનજ રૂરીયાત ચીજ વસ્તુઓની આડમાં ખુલ્લેઆમ પાન-મસાલા, ગુટખા તમાકુનું વેચાણ કરી રહ્યા છે. જિલ્લા એલ.સી.બી પોલીસસે સતત બીજા દિવસ આવા બે દુકાનદારોને ઝડપી પાડયા છે.
પાન મસાલાના વેચાણ બંધ કરવવા પોલીસની સત્તત વોચ
આ દુકાનમાંથી પાન-મસાલા ગુટખા તમાકુના 160 પેકેટ કીંમત રૂપિયા 21,065 સાથે વેચાણ કરતા છગનલાલ મલજીરામ શાહને ઝડપી લીધા હતા. જ્યારે મોડાસાના ગાંધીવાડા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાં પાન-મસાલા ગુટખાનું વેચાણ કરતા સંજય ઇન્દુલાલ પરીખને રૂપિયા 633ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને વેપારીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.