ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી : ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બસ ચાલકે નશો કર્યો હોવાનો આક્ષેપ - માલપુર બસ સ્ટેશન

અરવલ્લીના માલપુરમાં દાહોદથી ડીસા તરફ જતી બસનો અકસ્માત થતા પ્રવાસીના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, બસ ડ્રાઈવર નશામાં હતો. અકસ્માતની ઘટના બાદ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ડ્રાઈવર ST કેન્ટીનમાં મીઠાઈ ખાઈ રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

By

Published : Nov 1, 2020, 8:50 PM IST

Updated : Nov 1, 2020, 9:17 PM IST

  • માલપુર બસ સ્ટેશન પાસે સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ચાલકે ગફલતભરી બસ હંકારતા ટ્રક સાથે અથડાઈ
  • સરકારી બસના ડ્રાયવરે નશો કર્યો હોવાની આશંકા

અરવલ્લી : જિલ્લાના માલપુરમાં દાહોદથી ડીસા તરફ જતી બસ સાથે અકસ્માત થતા પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, બસ ડ્રાઈવર નશામાં હતો. આ અકસ્માતની ઘટના બાદ જાણે કંઈ ન બન્યું હોય તેમ ડ્રાઈવર ST કેન્ટીનમાં મીઠાઈ ખાઈ રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

આ અકસ્માત બાદ ડ્રાયવર કેન્ટિનમાં મીઠાઈ ખાઇ રહ્યો હતો

અરવલ્લી જિલ્લાના માલપુરમાં રવિવારે બપોરના સમયે દાહોદથી ડીસા તરફ જતી બસના ચાલકે બસને બેફામ ગતિએ હંકારી બસ સ્ટેશન પાસે ટ્રકને અથડાવી દીધી હતી.

પોલીસે ડ્રાઈવરને મેડિકલ તપાસ માટે મોકલ્યો

ટ્રક ચાલકે સમયસુચકતા વાપરી શોર્ટ બ્રેક મારતા ગમખ્વાર અકસ્માતની ઘટના સહેજ માટે બચી હતી. અકસ્માત થતા બસમાં સવાર 14 પ્રવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. સરકારી બસના ચાલકે નશો કર્યો હોવાનું ઘટના સ્થળ પર હાજર લોકો અને પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. માલપુર ડેપો પરના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે ડ્રાઈવરને મેડિકલ તપાસ કરવા માટે લઇ હતી.

Last Updated : Nov 1, 2020, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details