અરવલ્લી: મેઘરજના જંગલમાં ભીષણ આગ - corona virus
ઉનાળાની શરૂઆતમાંજ અરવલ્લી જિલ્લામાં આવેલા જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મેઘરજ તાલુકાના ભીમાપુરના જંગલમાં ભીષણ આગ લાગતા વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી.
![અરવલ્લી: મેઘરજના જંગલમાં ભીષણ આગ અરવલ્લી: મેઘરજના જંગલમાં ભીષણ આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6898574-537-6898574-1587562310518.jpg)
અરવલ્લી: મેઘરજના જંગલમાં ભીષણ આગ
અરવલ્લી: મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ડુંગર પરના જંગલોમાં બુઘવારે બપોરે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે થોડીજ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી એક કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરી હતી. આગ પાણી પુરવઠાના ટાંકી નજીક લાગતા ગ્રામજનો અને પાણી પુરવઠાના સહયોગથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા. જંગલમાં લાગેલી આગથી વનરાજી બળીને ખાખ થઈ હતી. અરવલ્લી જિલ્લામાં ડુંગર વિસ્તાર અને જંગલમાં લાગતી આગથી વનસંપદા સહીત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે.