અરવલ્લીઃ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન છે. ત્યારે રાજસ્થાનના કોટામાં દેશભરમાંથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ હાલ કોટામાં ફસાયા છે. તેમને પોતાના રાજ્યમાં લઇ જવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પણ 400 વિદ્યાર્થીઓ કોટામાં ફસાયા હતા. જેથી ગુજરાત સરકારે 15 બસો મારફતે તેમને ગુજરાત લાવવાનો બંદોબસ્ત કર્યો છે.
કોટામાં ફસાયેલા ગુજરાતના 400 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા
કોરોનાને કારણે દેશમાં લોકડાઉન છે. ત્યારે રાજસ્થાનના કોટામાં દેશભરમાંથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ હાલ કોટામાં ફસાયા છે. તેમને પોતાના રાજ્યમાં લઇ જવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પણ 400 વિદ્યાર્થીઓ કોટામાં ફસાયા હતા. જેથી ગુજરાત સરકારે 15 બસો મારફતે તેમને ગુજરાત લાવવાનો બંદોબસ્ત કર્યો છે.
અરવલ્લીઃ કોટામાં ફસાયેલ ગુજરાતના 400 વિદ્યાર્થીઓ શામળાજી બોર્ડરથી અમદાવાદ જવા રવાના
આ તમામ બસો ગુજરાતના શામળાજી બોર્ડરથી અમદાવાદ જવા રવાના થઇ ગઇ છે. અમદાવાદમાં સોલા સિવિલ ખાતે તમામ વિદ્યાર્થીઓની મેડીકલ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનું કોટા શહેર મેડીકલ અને ઇજનેરીમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષા “નીટ” અને “જેઇઇ” ની તૈયારી માટેના કોચીંગ ક્લાસ માટે એક મોટા કેંદ્ર તરીકે વિકસીત થયુ છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહીં કોચીંગ ક્લાસ માટે આવે છે.