અરવલ્લી: વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીઓને રૂબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવ્યો છે, ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ, ગુજરાત રાજ્ય-અમદાવાદે આપેલ સુચના મુજબ ઇ-મુલાકાત મળવા પાત્રતા ધરાવતા હોય તેવા કેદીઓને ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવાર સાથે વાતચીત કરાવવામાં આવી હતી.
અરવલ્લીમાં 33 કેદીએ જેલમાંથી જ પરિવાર સાથે ઇ-મુલાકાત કરી - corona virus in gujarat
વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના કેદીઓને રૂબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવ્યો છે, ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ, ગુજરાત રાજ્ય-અમદાવાદે આપેલ સુચના મુજબ ઇ-મુલાકાત મળવા પાત્રતા ધરાવતા હોય તેવા કેદીઓને ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવાર સાથે વાતચીત કરાવવામાં આવી હતી.
ઇન્ટરનેટના માધ્યમથી ઇ-પ્રિઝન એપ્લિકેશન દ્વારા મોડાસાની જેલના કેદીઓને પોતાના પરિવારના સભ્યો સાથે ઘરબેઠા ઇ-મુલાકાત કરાવવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં હાલ 100થી વધુ કેદીઓ જેલમાં છે. જેમાંથી 33 કેદીઓએ ઇ-મુલાકાતનો લાભ લીધો હતો.