અરવલ્લી/બાયડઃ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાની વાતને લઈ જૂથ અથડામણની ઘટના બની હતી. જેના કારણે લગ્ન પ્રસંગ મોટી માથાકુટમાં ફેરવાયો હતો. પથ્થરમારો થતા મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. લગ્નપ્રસંગમાં પથ્થરમારો થતા તાબડતોડ બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પરિસ્થિતિ શાંતિ પુર્ણ છે.
લગ્ન પ્રસંગે માથાકુટઃ બાયડના તાલુકાના ખોબા જેવાડા પુજાપુર ગામામાં બપોરના સમયે ઘમધોખતા તાપમાં ડીજે વગાડવા બાબતે માથાકુટ થઈ હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર, બે લગ્ન પ્રસંગ હોવાથી એક પરિવાર જાન લઇ નીકળ્યો હતો. એક પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી જાન આવતા બંને વચ્ચે ડી.જે વગાડવાના મુદ્દે બખેડો સર્જાયો હતો. સામસામે પથ્થરમારો અને લાકડીઓ લઇ બે જૂથ સામસામે આવી મારામારી કરી હતી. જેના પરિણામે ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી.
વિસ્તારમાં પોલીસ બંદોબસ્તઃઆ ઘટનાના પગલે પોલીસે પોતાની ટીમ ઊતારીને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત લાગુ કરી દીધો હતો. ખાસ તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને એનું પોલીસે ખાસ ધ્યાન રાખ્યું હતું. તંગદિલી ભર્યાં વાતાવરણ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો. લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણમાં અંદર-અંદર સમાધાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ બાયડ પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ ફરિયાદ દાખલ થઇ નથી. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ઈજાગ્રસ્તમાં મહિલાઓઃઆ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. હકીકત એવી પણ જાણવા મળી હતી કે, અહીં એક જ રૂટ પર બે વરઘોડા સામસામે આવી ગયા હતા. છુટ્ટા હાથની મારપીટ સાથે લાકડી-ડંડા અને ધોકા લઈને લોકો તૂટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
- Aravalli News : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા વિસ્ફોટ અવાજથી વિસ્તાર ધણધણી ઉઠ્યું, 4 મજૂરો બળીને ખાખ
- GUJCTOCનો આરોપી ફરાર, પ્રેમિકાને મળવા જતા ફરી ઝડપાયો
- અરવલ્લીમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશનની સ્થાપના કરવામાં આવી