SOG પોલીસે કરી “એન્ટી ડ્રગ ડે”ની ઉજવણી કરી
અરવલ્લી: યુવાન અવસ્થામાં નશાની લત લાગી જાય ત્યારે તેને છોડવી મુશ્કેલ બની જાય છે. આધુનિકતાના નામે યુવાધન ડ્રગના આદી બની જાય છે . આ અંગેની જાગૃતી ફેલાવવા માટે 26મી જૂનને વિશ્વમાં “એન્ટી ડ્રગ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી પોલીસ પી.એસ.આઈ જાડેજા અને તેમની ટીમે મોડાસા શહેરની જાણીતી તત્ત્વ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળી “એન્ટી ડ્રગ ડે” ની ઉજવણી કરી હતી.
સ્પોટ ફોટો
એસ.ઓ.જી દ્રારા વિદ્યાર્થીઓને માદક પદાર્થોનું સેવન ન કરવા અંગે સૂચનો અને અને તેના સેવનથી થતા નુકસાન અંગેની જાણકારી આપવામાં આવી હતી. યુવાનોએ આ પ્રકારના નશાના સેવનનો ભોગ ન બને અને તેનાથી દૂર રહે તે માટે વિવિધ ઉદાહરણો આપવામાં આવ્યા હતા તેમજ એન.ડી.પી.એસ એક્ટના કાયદા અંગે વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.