ગુજરાત

gujarat

ETV Bharat / state

Recruitment Scam in Gujarat : ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહે કર્યો ઘટસ્ફોટ - બોગસ સર્ટિફિકેટ બનાવનાર

ભરતી કૌભાંડનો પર્દાફાશ (Recruitment Scam in Gujarat) કરનાર વ્હિસલ બ્લોઅર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વધુ ઘટસ્ફોટ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટના આર.એમ.પટેલ ઉર્ફે રમે પટેલે હજારો વિદ્યાર્થીઓને આવા ફ્રોડ સર્ટિફિકેટ (Fraud certificate in Gujarat) આપેલા છે.

Recruitment Scam in Gujarat : ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહનો કર્યો ઘટસ્ફોટ
Recruitment Scam in Gujarat : ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહનો કર્યો ઘટસ્ફોટ

By

Published : Mar 9, 2022, 8:51 AM IST

Updated : Mar 9, 2022, 9:12 AM IST

અરવલ્લી : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડો (Recruitment Scam in Gujarat) ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે સરકારી ભરતી અને કૌભાંડ પર્યાય બની ગયા હોય તેવા વાતાવરણનું સર્જન થયું છે. ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વ્હિસલ બ્લોઅર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વધુ ઘટસ્ફોટ કર્યો છે.

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહનો કર્યો ઘટસ્ફોટ

આ પણ વાંચો :શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું? ભરતી બોર્ડના ચેરમને આ બાબતે શું આપી પ્રતિક્રિયા...

બનાવટી સર્ટિફિકેટના આધારે ઉમેદવારો નોકરી કરી રહ્યાં છે

તાજેતરમાં યુવા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રહેલા છીંડા ઉજાગર કર્યા છે. જેમાં મંગળવારે વધુ એક આક્ષેપ કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે, રાજ્ય બહારથી બનાવટી સર્ટિફિકેટના (Fake Certificate in Gujarat) આધારે આજ દિન સુધી લેવાયેલી આરોગ્ય વિભાગની વિવિધ આઠ હજાર ભરતીઓમાં ઉમેદવારો નોકરી કરી રહ્યાં છે. એટલું જ નહીં આગામી દિવસોમાં થનાર પશુધન નિરીક્ષક, ગ્રામ સેવક, લેબ ટેક, ઉર્જા વિભાગ તેમજ મેડિકલ ઓફિસર જેવી તમામ ભરતીઓ માટે પણ લેભાગુ એજન્ટો કાર્યરત થયા છે. આ એજન્ટ પરપ્રાંતીય રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ આપી રહ્યાં છે. તેના પુરાવા પણ તેની પાસે છે. આથી આવા બોગસ સર્ટિફિકેટ (Bogus Certificate Generator) વાળા ઉમેદવારો આવનારી ભરતીમાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો :PSI Exam Gujarat: પ્રથમ વખત વર્ગખંડ અને કેન્દ્રોમાં જામરનો કરાશે ઉપયોગ, 77 સ્પેશિયલ રૂટથી કેન્દ્ર સુધી લઇ જવાશે પ્રશ્નપત્ર

લોર્ડ ક્રિષ્ના એકડેમીને તાળા વાગ્યાં

યુવરાજસિંહે દાવો કર્યો છે કે, ગુજરાતમાં આવા ફ્રોડ સર્ટિફિકેટનો (Fraud Certificate in Gujarat) વેપલો કરનાર અસંખ્ય લોકો છે. તેમજ આક્ષેપ કર્યો છે કે, લોર્ડ ક્રિષ્નાની એક શાખા મોડાસા અને એક શાખા હિંમતનગરમાં છે. મીડિયામાં યુવરાજસિંહે લોર્ડ ક્રિષ્નાનું નામ જાહેર કરતા મોડાસા સ્થિત શાખામાં તાળા વાગી ગયા હતા .

Last Updated : Mar 9, 2022, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details