અમરેલીઃ મુંબઈથી પરત આવેલા 39 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ 1 પોઝિટિવ કેસ મળી કુલ 9 કેસ નોંધાયેલા છે.
અમરેલીમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો - corona in gujrat
અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ 1 પોઝિટિવ કેસ મળી નોંધાતો કુલ 9 કેસ થયા છે. જે મુંબઈથી પરત આવેલા 39 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
23મેના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 39 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોવોરેન્ટાઈન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા. જે મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે, તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.