અરવલ્લી: આ અગાઉ પણ રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રંગપુરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે હાઈવે પસાર કરીને જવું પડે છે. જ્યાં મોટા વાહનોની ઓવર સ્પીડને કારણે અકસ્માત તેમજ બાળકો સામે જીવનું જોખમ રહે છે.
નેશનલ હાઈવે પર પુલ બનાવાની માગ સાથે પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો - Under Bridge
અરવલ્લી જિલ્લના ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ને સિક્સ લેન બનવાનું કામ ચાલી રહ્યુ છે. આ ગામના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે હાઈવે પસાર કરીને જવું પડે છે. જે ઘણું જોખમી છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન નહીં અપાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી, બાળકો સાથે હાઈવે નંબર 8 પર ચક્કાજામ કરી અને પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો.
પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો
ગ્રામ લોકોએ જણાવ્યું કે, જ્યાં સુધી અહીં અંડર બ્રિજ અથવા ઓવર બ્રિજ બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે અને શાળાનું શિક્ષણ કાર્ય પણ બંધ રહેશે તેવી ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી હતી.
Last Updated : Jan 31, 2020, 7:48 PM IST