એનિમલ હેલ્પલાઇન, દયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તમામ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ પક્ષીઓમાં સૌથી વધારે કબૂતર ઘાયલ થયા હતા. મોડાસા સહિત આસપાસના વિસ્તારમાં દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના દરમાં વધારો થયો હતો.
અરવલ્લીમાં દયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરાઇ - ઉતરાયણ ન્યુઝ
મોડાસાઃ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા કેટલાક લોકો અને પક્ષીઓ માટે મોતની સજા સાબિત બની જતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવસ દરમિયાન 15 જેટલા પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સામે આવ્યા હતા. જેમાંથી બ્લેક આઈલિસ નામના પક્ષીનું મોત થયું હતું.
દયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી
તમામ પક્ષીઓને કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 અને દયા ફાઉન્ડેશન દ્વારા રેસ્કયુ કરી મોડાસા રેન્જ ફોરેસ્ટની કચેરી ખાતે ઘાયલ પક્ષીઓ માટે તમામ સુવિધાઓ સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં કબૂતરની કપાયેલ પાંખોનું ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં આવ્યું હતું.