- પૂજારીએ ગામની યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ
- યુવતીના પિતાએ પૂજારી અને તેના 2 મિત્રો સામે નોંધાવી ફરિયાદ
- મેઘરજ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ અપહરણનો નોંધ્યો ગુનો
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના રાયવાડાના મંદિરોમાં પૂજા પાઠ કરતા કીશન રાજેન્દ્રસિંહ પુરોહીતે તેના બે મિત્રો સાથે મળી રાયવાડા ગામની યુવતીનું તેના અપહરણ કરતા ચકચાર મચી છે. આ બાબતે મેઘરજ પોલીસ સ્ટેશનમાં, યુવતીના પિતાએ પૂજારી અને તેના 2 મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે મેઘરજ પોલીસ આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. કિશન પુરોહિતની એક યુવતી પર નજર બગડતા તેને પ્રાપ્ત કરવા, તેના પરિવાર સાથે ઘરાબો કેળવ્યો હતો.
આ પણ વાંચોઃ અરવલ્લીના શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી યુવતીનું અપહરણ
પૂજારીએ યુવતિને જાળમાં ફસાવી
અરવલ્લી જિલ્લાના મેઘરજના રાયવાડા ગામમાં કીશન રાજેન્દ્રસિંહ પુરોહીત લોકોના ઘરે તેમજ મંદિરમાં પૂજા પાઠ કરાવતો હતો. ગામ લોકોએ તેને મંદિરોમાં પૂજા-પાઠ કરવા માટે પગાર ભથ્થા પર નિમણુંક કરી હતી. કિશન પુરોહિતની એક યુવતી પર નજર બગડતા તેને પ્રાપ્ત કરવા, તેના પરિવારનો વિશ્વાસ કેળવી તેમની સાથે ઘરાબો કેળવ્યો હતો. લંપટ પૂજારીએ યુવતિના ભાઈ સાથે સંબંધ કેળવી તેના ઘરે કોઇક વખત સત્સંગ કરવા જતો હતો. પૂજારીને યુવતિના પરિવારજનો તરફથી માન સન્માન મળતા હતા. જોકે પૂજારીના બદ મનસુબાથી પરિવારજનો અજાણ હતા.