ગુજરાત

gujarat

By

Published : Jan 8, 2020, 11:15 PM IST

ETV Bharat / state

અરવલ્લીમાં ટ્રેડ યુનિયનની હડતાલના પગલે આંગણવાડીના બહેનોએ પ્રદર્શન યોજ્યું

અરવલ્લી: દેશભરમાં જ્યારે ટ્રેડ યુનિયનની હડતાલ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સી.આઈ.ટી.યુ અને સી.પી.એમ. દ્વારા આંગણવાડી બહેનોની પડતર માંગણીઓના મુદ્દે પ્રદર્શન યોજ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ હતી.

aravalli
અરવલ્લી

છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે ઝઝૂમી રહી છે. આ બહેનોના જણાવ્યા અનુસાર તેમને કામનું વધારે પડતું ભારણ આપવામાં આવે છે. પરંતુ તેની સરખામણીમાં પગાર ખૂબ જ ઓછો આપવામાં આવે છે.

અરવલ્લીમાં ટ્રેડ યુનિયનની હડતાળના પગલે આંગણવાડી બહેનોએ પ્રદર્શન યોજ્યું

જે અંગે તેઓ વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છે. પરંતુ તેમની માંગણી છેલ્લા ઘણા સમયથી સંતોષાઈ નથી. ત્યારે સી.આઈ.ટી.યુ અને સી.પી.એમ દ્વારા આંગણવાડી બહેનોની પડતર માંગણીઓના મુદ્દે પ્રદર્શન યોજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details