અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા ગામની વૃદ્ધાનું કોરોનાથી મોત થતાં ગામ લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો છે. જેથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ગામના પ્રવેશદ્વાર પર આડશ ઉભી કરી અજાણ્યા વ્યક્તિઓ અને વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ મુકી દીધો છે. ગામડાઓના પ્રવેશતા રોડ પર સ્થાનિકો ચોકી કરી રહ્યા છે. તો બીજી બાજુ વૃદ્ધાને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા તંત્રમાં દોડધામ મચી છે.
ભિલોડામાં વૃદ્વાના કોરોનાથી મોતના પગલે ગ્રામજનોમાં દહેશત - corona patient dead in gujrat
વૈશ્વિક મહામારી કોરોનાથી વિશ્વમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. ભારત, ગુજરાત પણ તેના ભરડામાં આવ્યુ છે. જેમાં ભિલોડા ગામની વૃદ્ધાનું કોરોનાથી મોત થતાં ગામ લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી બાજુ વૃદ્ધાને કોરોના ચેપ લાગ્યો ક્યાંથી તે શોધવા તંત્રમાં દોડધામ મચી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ગામના પ્રવેશદ્વાર પર આડશ ઉભી કરી
જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગે કુશાલપુરા ગામ સહીત આજુબાજુના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથધરી તમામ ગામ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધાના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવા તજવીજ હાથધરી છે. વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપનાર હિંમતનગર ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ હોમ કોરોન્ટાઈન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.