- અરવલ્લી કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ
- કોરોનાના દર્દીઓને પડતી હાલાકીનો મુદ્દો પણ ઉઠાવાયો
- અરવલ્લી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
અરવલ્લી : જિલ્લામાં સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી કરી દેવાયા બાદ કોઇ નક્કર કામ ન થતા જિલ્લા કોંગ્રેસે સોમવારે ફરીથી આ મુદ્દાને લઇને જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી. અરવલ્લી જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપીને સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો -અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે જમીન ફળવાતા કોંગ્રેસે આંદોલનની જીત ગણાવી
અરવલ્લી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
આ ઉપરાંત આવેદપત્રમાં જિલ્લામાં કોરોના દર્દીઓના અને મરણના આંકડામાં વિસંગતા જોવા મળે છે. જિલ્લા દર્દીઓને કોવિડ હોસ્પિટલોમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા ન મળતી હોવાથી મોટા શહેરોમાં ઇલાજ કરાવવા જવું પડે છે. તેમજ રેમડેસીવર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત છે, તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.