મોડાસાઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પ્રજાપતિ સમાજના વ્યક્તિની હત્યા મામલે અરવલ્લી જિલ્લાના પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યા મામલે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી ઉગ્ર માગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિની હત્યા અંગે 14-7-2020 ના રોજ પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર અપાયું - પ્રજાપતિ સમાજ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે યોગ્ય ન્યાયિક તપાસ ન થતાં સમગ્ર ઘટનાને અખિલ ભારતીય કુંભકાર સંઘ અને અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી ઉગ્ર માગ કરવામાં આવી હતી.
પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર અપાયું
જો કે, 22 દિવસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પોલિસ કાર્યવાહી યોગ્ય દિશામાં નથી થઇ. સમાજના આગેવાનો ચીમકી ઉચ્ચારી છે કે જો સત્વરે યોગ્ય નહીં ન્યાય નહીં મળે તો તેઓને ગાંધીજીના માર્ગે જવાની ફરજ પડશે.