અમરેલી: હાલ સમગ્ર રાજ્ય કોરોના મહમારીથી પીડાઈ રહ્યું છે, એવા સમયમાં રાજ્યમાં ફક્ત એક જિલ્લામાં કોરોના વાઇરસનો એક પણ કેસ આવ્યો નથી, ત્યારે સુરત અને અમદાવાદથી આવતા લોકો જિલ્લામાં કોરોના ફેલાવશે તેવો અમરેલીની જનતામાં ભય છે.
અમરેલીમાં સુરત અને અમદાવાદથી આવતા લોકોને લીધે ભયનો માહોલ - કોરોના વાઇરસ અમરેલીમાં
કોરોના મુક્ત અમરેલી જિલ્લામાં સુરત અને અમદાવાદમાં વસતા લોકો માદરે વતન પરત ફરતાની સાથે કોરોના લાવશે તેવો અમરેલીની જનતામાં ભય ફેલાયો છે.
અમરેલી: જિલ્લામાં સુરત અને અમદાવાદથી આવતા લોકોથી કોરોના ફેલાશે તેવો જનતામાં ભય
આ વાતને સુરપુરાવતા ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે મુખ્યપ્રધાનને રજૂઆત કરી અને ટ્વિટરના માધ્યમથી "ખાળે ડૂચા અને દરવાજા મોકળા" જેવા કટાક્ષ પણ કર્યા હતાં. તેઓ દ્વારા સતત ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો.
બાઈટ ૧- ડો ભરત કાનાબારભાજપ અગ્રણી અમરેલી