ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાના કપરા સમયે 73 લોકોએ રક્તદાતા બની માનવતા મહેકાવી - Arvalli district Corona news

સામાન્યપણે થેલેસેમિયાથી પીડિત દર્દીઓ અને ઓછું હિમોગ્લોબીન ધરાવતી મહિલાઓને પ્રસુતિ સમયે તેમજ મેડિકલ ઈમરજન્સીમાં રક્તની જરૂરીયાત રહેતી હોય છે. કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઢાસણ ગામે 73 લોકોએ રક્તદાન કરી સાચા અર્થમાં જીવનદાતા સાબિત થયા છે.

અરવલ્લીમાં કોરોનાના કપરા સમયે 73 લોકોએ રક્તદાતા બની માનવતા મહેંકાવી
અરવલ્લીમાં કોરોનાના કપરા સમયે 73 લોકોએ રક્તદાતા બની માનવતા મહેંકાવી

By

Published : Jul 30, 2020, 10:44 PM IST

અરવલ્લી: કોવિડ-19 મહામારીના ફેલાવાને કારણે દેશભરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં જરૂરીયાતના સમયે રક્ત મળી રહે તે માટે તાલુકા આરોગ્ય કચેરી મોડાસા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર મેઢાસણ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ હતી.

આ શિબિરમાં 34 સારસ્વતોએ રક્તદાન કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા હતા. આ ઉપરાંત તાલુકાના આસપાસના યુવાનો દ્વારા પણ રક્તદાન કરાતા કુલ 73 લોકો સેવાના કાર્યમાં સહભાગી થયા હતા.

કેમ્પ દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્ર મેઢાસણ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવણી સાથોસાથ શરીરનું તા૫માન, SPO2 મશીન અન્વયે ઑક્સિજન સેચ્યુરેશનની તેમજ જરૂરી આરોગ્ય વિષયક તપાસણી અને લોકોને તકેદારી રાખવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details