- કોરોનાનો કહેર યથાવત
- 6 એમ્બયુલન્સ છેલ્લાં 8 દિવસથી ધૂળ ખાઇ છે
- રીબીન કાપવાની રાહ જોવામાં આવી રહી છે
અરવલ્લીઃજિલ્લામાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે, દર્દીઓને સારવાર માટે સમયસર દવા, ઓક્સિજન અને બેડ મળતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા ફાળવેલા કેટલાક સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. મોડાસા સર્કિટ હાઉસ ખાતે છેલ્લાં 8 દિવસથી 6 એમ્બ્યુલન્સ ધૂળ ખાઇ છે. કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા જ્યારે દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આવા કટોકટીના સમયે સર્કિટ હાઉસ ખાતે પાર્ક કરાયેલી આ એમ્બ્યુલન્સ ખરેખરે જે દિવસથી ફાળવાઇ છે તે દિવસથી કાર્યરત થવી જોઇએ. જોકે મળતી માહિતી અનુસાર રીબીન કાપવાની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં નવી 5 એમ્બ્યુલન્સ આવતા લોકોને તાત્કાલિક સારવાર મળશે