ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા UGVCLના તમામ કર્મચારીઓનો કરાયો કોરોના ટેસ્ટ, એક કર્મચારી શંકાસ્પદ - latest news of modasa

અરવલ્લીના મોડાસામાં યુ.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો હતો.

modasa
modasa

By

Published : Sep 18, 2020, 7:00 AM IST


મોડાસાઃ અરવલ્લીના મોડાસામાં યુ.જી.વી.સી.એલમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાના સમયમાં પણ લોકોને વિજળી મળી રહે તે માટે સતત કાર્યરત છે. આ દરમિયાન તેઓ કેટલાય લોકોના સંપર્કમાં આવ્યા હશે. તેથી તકેદારીના ભાગરૂપે ગુરૂવારના રોજ મોડાસા યુ.જી.વી.સી.એલના તમામ કર્મચારીઓનો રેપીડ કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જેમાં એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો હતો.

મોડાસા યુ.જી.વી.સી.એલના તમામ કર્મચારીઓનો કરાયો કોરોના ટેસ્ટ
કોરોનાની મહામારીમાં આમ પ્રજાને વગર વિઘ્ને વિજળી મળી રહે તે માટે યુ.જી.વી.સી.એલ ના વાયર મેન અને કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. જોકે ફરજ બજાવતી વખતે તેઓ ઘણા લોકોના સંપર્કમાં આવ્યા હોવાને લઇ, તેમનો રેપીડ કોરોના ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા યુ.જી.વી.સી.એલના 150 કર્મચારીઓનો રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક કર્મચારીમાં કોરોના લક્ષણો જણાતાં તેમની વધુ તપાસ માટે કોવીડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details