ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં સ્કૂલની બેગમાં દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરની ધરપકડ - મોડાસા પોલીસ

અરવલ્લીમાં સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. મોડાસા પોલીસે શંકાના આધારે બુટલેગરની તપાસ કરતા તેની પાસે એક સ્કૂલ બેગ મળી આવી હતી. પોલીસે સ્કૂલ બેગની તપાસ કરતા બેગમાંથી દારૂની 30 બોટલ મળી હતી. પોલીસે રાજસ્થાનના બુટલેગર લાલચંદ કનૈયાલાલ અસારીની ધરપકડ કરી હતી.

મોડાસામાં સ્કૂલની બેગમાં દારૂની હેરાફેરી થાય છે, પોલીસે બુટલેગરને પકડ્યો
મોડાસામાં સ્કૂલની બેગમાં દારૂની હેરાફેરી થાય છે, પોલીસે બુટલેગરને પકડ્યો

By

Published : Oct 30, 2020, 9:08 PM IST

  • અરવલ્લીમાં સ્કૂલબેગમાં દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો
  • પોલીસે શંકાના આધારે આરોપીની કરી હતી તપાસ
  • પોલીસે દારૂના જથ્થા સહિત 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો


મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટાઉન પોલીસે ડુંગરવાડા ચોકડી નજીકથી એક ઈસમને 30 બોટલ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. આરોપી રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે દારૂ ખેપ મારતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની ખેપ મારવા બુટલેગર સ્કૂલ બેગનો ઉપયોગ કરતો હતો.

પોલીસે વોચ ગોઠવી 31 હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો

મોડાસા ટાઉન પીઆઈ સી. પી. વાઘેલા અને તેમની ટીમે બાતમી મળી હતી કે, મોડાસાની ડુંગરવાડા ચોકડી નજીકથી એક ઈસમ દારૂ લઈને પસાર થવાનો છે. જેના આધારે પોલીસે ડુગરવાડા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બતામી મુજબનો શખસ દેખાતા તેણે પકડેલી સ્કૂલબેગની તપાસ કરી હતી. પોલીસને તેમાંથી રૂ. 26 હજારની વિદેશી દારૂની 30 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ટાઉન પોલીસે સ્કૂલ બેગમાં દારૂની ખેપ મારી રહેલા રાજસ્થાનના ખેરવાડા લાલચંદ કનૈયાલાલ અસારીને ઝડપી કુલ 31 હજારનો જથ્થો જપ્ત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details