- 2008માં થયેલા મોડાસામાં બોમ્બ બ્લાસ્ટ માટે RSS પર આક્ષેપ
- વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર ઇંધણના ભાવમાં વધારો કરવા માટે કટાક્ષ
- AIMIMએ મોડાસા નગરપાલિકાના ત્રણ વોર્ડમાં 12 ઉમેદવારો ઉતાર્યા
અરવલ્લીઃજિલ્લાના મોડાસામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી સભા યોજી હતી. સભાને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો આ સાથે જ તેમણે 2008માં થયેલા મોડાસામાં બોમ્બ બ્લાસ્ટ માટે RSS પર આક્ષેપ કર્યો હતો.
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત અરવિંદ કેજરીવાલને મૂક પ્રક્ષેક બનવા બદલ ટીકા કરી
રાજધાનીમાં થયેલી હિંસા મામલે દિલ્હીના મુખ્યપ્રધાન એરવિંદ કેજરીવાલના રવૈયા અંગે ટીકા પણ કરી હતી અને CAA ના વિરોધ દરમિયાન રાજધાનીમાં થયેલી હિંસા મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મૂક પ્રક્ષેક બનવા બદલ ટીકા કરી હતી. AIMIMના પ્રમુખે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર ઇંધણના ભાવમાં વધારો કરવા માટે કટાક્ષ કર્યો હતો અને 2014ની ચૂંટણી વખતે રૂપિયા 15 લાખ આપવાના વાયદાને પણ લોકોને યાદ કરવ્યા હતા.
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મોડાસામાં ચૂંટણી સભા સંબોધી AIMIMની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સામે
અરવલ્લીના મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી રહેશે તેવુ લાગી રહ્યું છે. ભાજપ કોંગ્રેસની સાથે સાથે AIMIM, AAP તેમજ ઢગલાબંધ અપક્ષના ઉમેદવારો મેદાને છે. મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે AIMIM દ્રારા મોડાસા વોર્ડ નં 6, 7, અને 8 માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. મોડાસામાં AIMIMની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સામે છે.