ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના મેઘરજમાં ત્રણ બાળકોની હત્યા કરી, પત્નીને કુહાડી ઘા ઝીંકી પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અરવલ્લી જિલ્લામાં એક વ્યક્તિએ તેના ત્રણ બાળકોને ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ફેંકી દઈ હત્યા કરી અને તેની પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને અને તેની પત્ની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Gujarat News
Gujarat News

By

Published : Sep 5, 2021, 8:02 PM IST

  • અરવલ્લીના મેઘરજમાં બની એક કરૂણ ઘટના
  • ત્રણ બાળકોની હત્યા કરી, પત્નીને કુહાડી ઘા ઝીંકી પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • ડાકણનો વહેમ રાખી પત્નીને મારી કુહાડી
  • આરોપીનો ત્રણ બાળકોની હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ

અરવલ્લી: જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી શનિવારે મોડી રાત્રીએ ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ભારે ચકચાર મચી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ત્રણે બાળકોના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી બાળકોના વાલી વારસોની શોધખોળ હાથ ધરતા ચોંકવનારી હકીકતનો પર્દાફાશ થયો હતો. મેઘરજના રમાડ ગામમાં રહેતા શંકાશીલ સ્વભાવ ધરાવતા જીવા કચરાભાઈ ડેંડુણે તેની પત્ની પર ડાકણનો વહેમ રાખી કુહાડીના ઘા ઝીંકી, તેની બે દિકરીઓ અને દિકરાને ડેમમાં નાખી હત્યા કરી ફરાર થઇ જતા ભારે રહસ્ય સર્જાયું હતું. પોલીસે આરોપીની શોધખોળ કરતા તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેભાન અવસ્થામાં ડેમ નજીક મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા ત્રણ બાળાકોની માતા હાલ હિંમતનગર દવાખાનામાં સારવાર હેઠળ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

અરવલ્લીના મેઘરજમાં બની એક કરૂણ ઘટના

ફરીયાદને આધારે આરોપી પતિ વિરૂદ્વ પોલીસે ગુનો નોંધ્યો

પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કલજી ડામોરની ફરિયાદના આધારે હત્યારા પતિ જીવા કચરા ડેંડુણ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨, ૩૦૭ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ બાળકોની હત્યા કરી, પત્નીને કુહાડી ઘા ઝીંકી પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details