- 19 વર્ષની ઉંમર ભારતીય સેનામાં જોડાયા
- 30 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી
- 1999માં પાકિસ્તાન સામે કારગીલના યુદ્ધમાં સામેલ હતા
અરવલ્લી : જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા બાકરોલ ગામના વતની શેખ ઇસ્માઇલભાઇ 19 વર્ષની ઉંમર ભારતીય સેનામાં જોડાયા હતા. 1999માં પાકિસ્તાન સામે કારગીલના યુદ્વમાં તેમને 874 બટાલીયનમાં કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવી હતી. 30 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવ્યા બાદ અરૂણાચલ પ્રદેશની તવાંગ ચીન બોર્ડર પર છેલ્લી સેવા આપી, વય મર્યાદાને કારણે તેમને નિવૃત થયા છે.