અરવલ્લી : મેઘરજ તાલુકામાં કોલેજીયન યુવતી 14 જુને ગુમ (Murder Case in Aravalli) થતાં પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. 16 જુનના રોજ બેડજના જંગલમાંથી આ ગુમ થયેલ યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીની મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં રોષ વ્યાપ્યો હતો . આ ઘટનામાં કહેવાતા પ્રત્યદર્શી સાક્ષીના જણાવાથી પોલીસે બે લોકોના નામ જોગ અને અન્ય 2 મળી કુલ 4 લોકો (Meghraj Boyfriend Killed Girlfriend) સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ, આ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સાક્ષી બનેલો વ્યક્તિ કિરણ ભગોરા જ આરોપી નીકળ્યો હતો. તેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Murder Case in Aravalli : મેઘરજમાં પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી પોલીસને બતાવી અન્ય કહાની આ પણ વાંચો :પત્નિની હત્યા કરી બોડી સાથે સુતો રહ્યો પતિ, દિકરીને પણ મારવાનો હતો પ્લાન
કેવી રીતે હત્યા કરી ? -આ હત્યા કેસમાં આરોપી કિરણ ભગોરા અને મૃતક યુવતી પ્રેમમાં હતા. મૃતક યુવતી અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાની શંકા કિરણને હતી. પોલીસના જણાવ્યા મુજબ કિરણ અને મૃતક યુવતી ગત 14 જૂન 2022 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં બેડાજના જંગલમાં મળવા ગયા હતા. જ્યાં મૃતક યુવતી પર અન્ય યુવકના ફોન અને મેસેજ આવતા હતા. તેથી આરોપી પ્રેમીએ મૃતક યુવતિને જોરથી લાફો માર્યો હતો . લાફો મારતા જ યુવતી નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ (Aravalli Crime Case) પહોંચતા બેભાન થઇ હતી. આરોપીને લાગ્યું કે, યુવતી મરી ગઇ છે તેથી યુવતીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી બોરડીના ઝાડ ઉપર બાંધી મૃત્યુને નીપજ્યું હતુું.
આ પણ વાંચો :રાજકોટમાં ભાઈની નજર સામે ભાઈને પતાવી દીધો
પોલીસ-પરિવાજનોને આરોપીએ ગેરમાર્ગે દોર્યા -આરોપી કિરણ ભગોરાએ યુવતીની હત્યા કરી નાખ્યા બાદ મનઘડત કહાની બનાવી હતી. જેમાં મૃતક યુવતીને માથાના ભાગે પાઈપ મારી અપહરણ કરવામાં આવ્યું છે. મોટર સાયકલ ઉપર બેસાડી બેડજના જંગલમાં લઈ જઈ મારી નાખવામાં આવી છે, તેમ જણાવી અન્ય લોકોના નામ આપ્યા હતા. પોલીસે સાક્ષી તરીકે કિરણના નિવેદનના આધારે શંકમંદોની ધરપકડ કરી હતી. જોકે કિરણ મૃતકનો પ્રેમી હોવાને લઇને તેના પર પણ શંકા હતી અને આખરે મૃતકનો મોબાઇલ તેની પાસેથી નિકળતા પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સાક્ષી જ આરોપી નીકળ્યો હતો. પોલીસે કિરણની પુછપરછ કરતાં છેવટે તેણે ગુનો કબુલી લેતા તેની ધરપકડ કરી (Meghraj Crime Case) વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.