મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગરથી ઢેકવા જતી એસ.ટી. બસ ઉભી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતી રીક્ષા એસ.ટી બસ સાથે અથડાઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થીનીઓના શરીરે ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
મોડાસામાં એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત - gujarati news
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા હજીરા વિસ્તારમાં એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શાળાની ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત
અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.