અમરેલીઃ રાજુલાના વાવેરા અને ચાંદલીયા ડુંગર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે કારણે કાર એક વૃક્ષ સાથે અથડાઈ હતી. જે કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને સારવાક અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે.
રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 વ્યક્તિના મોત - accident news
રાજુલા નજીક એક કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમા મહંત લવકુશમુનીબાપુ સહીત 4 લોકોના મોત નિપજ્યા હતા.
રાજુલા તાલુકાના ચાંદલીયા ડુંગરના મહંત લવકુશમુનીબાપુ અને તેમના 3 સેવકો હરિદ્વાર ગયા હતા. શનિવાર વહેલી સવારે રાજુલાના વાવેરા અને ચાંદલીયા ડુંગર વચ્ચે પૂરપાટ ઝડપે આવતી કાર વૃક્ષ સાથે અથડાતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત અને અન્ય 1 વ્યક્તિનુ સારવાર દરમિયાન હોસ્પિટલમા મોત નિપજ્યું હતું. આ અકસ્માતમા મહંત લવકુશમુની બાપુનું પણ મોત નીપજ્યુ છે.
આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી ચારેય મૃતકોના મૃતદેહોને PM માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. રાજુલા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે હાદ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.