શનિવારે સાંજના સુમારે રાજસ્થાન તરફથી આવતું ટ્રક અને ટ્રેલરે શામળાજી બસ સ્ટેન્ડ નજીક પલટી ખાધી હતી. જેના કારણે રોડ નજીક આવેલી 6 થી 7 કેબિન અડફેટે આવી હતી .જેમાં શામળાજીના સાત વર્ષીય મીત અને 46 વર્ષના સુરેશભાઈનું ટ્રક-કન્ટેનર નીચે આવી જતા મોત નિપજ્યું હતું.
અરવલ્લીમાં અકસ્માતના પગલે શામળાજીમાં રોષે ભરાયેલા લોકોએ પાડ્યુ સજ્જડ બંધ - Accident 2 killed
અરવલ્લીઃ દિલ્હી-મુંબઈ હાઇવે નં-8 પર, હાલ 6 માર્ગિય બનવાનું કામ ચાલુ હતુ. જેમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે અને કેટલીક જગ્યા એ રાતોરાત ડાયવર્જન પણ આપી દેવામાં આવે છે. જેના પગલે શામળાજી બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને ટ્રેલર પલટી જતા અકસ્માતની ધટના સામે આવી હતી.
અકસ્માતમાં 2ના મોતથી શામળાજીમાં રોષે ભરાયેલ લોકોએ કર્યુ સજ્જડ બંધ
આ સમગ્ર ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ-ઉદેપુર હાઇવે.નં-8 પર ચક્કાજામ કર્યો હતો, ત્યારે જિલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી ટ્રાફિક જામ પૂર્વરત કરાવ્યો હતો. આ ઉપરાંત દિવસભર ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોધાવ્યો હતો.