અરવલ્લીઃ છેલ્લા ચાર માસથી અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આધાર કાર્ડની કામગીરી બંધ રાખવામાં આવી હતી. કોરોનાના કારણે આ કામગીરી બંધ કરવામાં આવી હતી. જોકે હાલમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ ફરી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કોરોના માહામારીના પગલે સ્થગિત કરવામાં આવેલી આધાર કાર્ડની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આધાર કાર્ડની કામગીરી ફરી શરૂ - Arvalli District Collector Office
છેલ્લા ચાર માસથી અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આધાર કાર્ડની કામગીરી બંધ રાખવામાં આવી હતી. કોરોનાના કારણે આ કામગીરી બંધ કરવામાં આવી હતી. જોકે હાલમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ ફરી આ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આધાર કાર્ડની કામગીરી ફરી શરૂ
અરજદારોની ભીડ ન થાય તે માટે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ટોકન પદ્વતિથી કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં એક દિવસમાં 30 અરજદારોને ટોકન આપવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લા સેવા સદન ખાતે આધાર કાર્ડની કામગીરી બંધ થતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેમાં સરકારી યોજનાઓ અને ખેડૂતલક્ષી યોજનાઓમાં આધાર કાર્ડ લિન્ક વિના કામ અટવાઈ પડ્યા હતા.