- અમરેલીના જાફરાબાદના વિધર્મી યુવક અરવલ્લી જિલ્લાની યુવતીને ભગાડી ગયો
- યુવક-યુવતી CCTV માં થયા કેદ
- અમરેલી જિલ્લાના જાફરાબાદના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થઇ
- પોલીસે યુવક અને યુવતી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા પણ કબ્જે કર્યા
અરવલ્લી: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી (Hindu girl) ને અમરેલી જિલ્લાના જાફરાબાદ (jafarabad) માં રહેતા વિધર્મી યુવક સાથે સોશિયલ મીડિયા (Social media) ના માધ્યમથી મિત્રતા થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુવક અને યુવતી લાંબા સમયથી ટેલીફોનિક સંપર્કમાં હતા. વિધર્મી યુવક જાફરાબાદ (jafarabad) થી તેના ગામ પહોંચ્યો હતો. યુવક અને યુવતી તેના ગામની બજારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાનના CCTV ફુટેજ પોલીસના હાથ લાગ્યા છે. આ ઉપરાંત પોલીસે યુવક અને યુવતી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા પણ કબ્જે કર્યા છે.
આ પણ વાંચો: વાપીમાં Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું