- શ્રમીક દિલીપભાઇ વાઘેેલા પક્ષી કાઢવા માટે થાંભલા પર લાકડી લઇ ચડ્યાં હતાં
- પક્ષીને કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરત જ વીજ વાયર સ્પાર્ક થયો
- સ્પાર્ક સાથે જ વીજળીનો ઝાટકો લાગ્યો અને નીચે પટકાયાં
- 20થી 25 ફૂટ ઉંચા વીજ થાંભલા પરથી પટકાતા દિલીપભાઇનું ઘટનાસ્થળે મોત
અરવલ્લી : જિલ્લાના માલપુર નગરના બજારમાં ગુરુવારે 12.30 વાગ્યાના સુમારે એક પક્ષી Power pole વીજ થાંભલા પર ભરાઇ ગયું હતું. આ જોઇ શ્રમિક દિલીપભાઇ વાઘેેલા પક્ષી કાઢવા માટે થાંભલા પર લાકડી લઇ ચડ્યાં હતાં. થાંભલા પર ચઢ્યા પછી એમણે જેવો પક્ષીને કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરત જ વીજ વાયર સ્પાર્ક થતાંની સાથે તેમને ઝાટકો લાગ્યો હતો અને નીચે પટકાયાં હતાં. અંદાજિત 20થી 25 ફૂટ ઉંચા થાંભલા પરથી પટકાતાં પક્ષીપ્રેમીદિલીપભાઇનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. એકાએક કોઇને વીજ થાંભલા પરથી પટકાતા જોઇ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એક્ઠા થઇ ગયાં હતાં.
આ પણ વાંચોઃ PGVCLની પ્રિ-મોનસુન કામગીરી શંકાસ્પદ,વીજ પોલ પડતા વાહન ચાલક ગંભીર રીતે ઘવાયો