- ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો
- મહિલા છત્તીસગઢના કાંકેર જિલ્લાના વતની છે
- સોશિયલ મીડિયાથી મોડાસાના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
અરવલ્લી :26 ફેબ્રુઆરીના રોજ અરવલ્લીના મોડાસામાં પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, મહિલા છત્તીસગઢના કાંકેર જિલ્લાના વતની છે. સોશિયલ મીડિયાથી મોડાસાના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.યુવતી તેનું વતન છોડી તેના 2 વર્ષના બાળક સાથે મોડાસા ખાતે આવી અને મંદિરમાં જઈ લગ્ન કરી તેમનો ઘર સંસાર નિભાવવા લાગ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ આ પતિ દ્વારા શારિરીક તથા માનસિક ત્રાસ અપાતા તક જોઈ ઘરેથી નીકળી ગઇ હતા.
આ પણ વાંચો : કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા ઘરેલુ હિંસાના કોલ્સ મળ્યા
મહિલાને કાનૂની સહાય, મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી