અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. ત્યારે મોડાસાની સરસ્વતી મંદિર સ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા વરસાદના વધામણાં કરવામાં આવ્યાં હતા. જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા . અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ જળાશયમાં 1300 તેમ જ મેશ્વો જળાશયમાં 7000 ક્યુસેક પાણીની આવક થઇ છે .
અરવલ્લીમાં વરસાદના કારણે સ્થાનિકોમાં આનંદની લહેર - Aravalli news
અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. ત્યારે મોડાસામાં વરસાદના કારણે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
અરવલ્લીમાં વરસાદના કારણે સ્થાનિકોમાં આનંદની લહેર
જિલ્લામાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં મોડાસામાં 59 mm , મેઘરજમાં 21એમ એમ , માલપુરમાં 2 mm બાયડમાં 11 mm ત્યારે ધનસુરામાં 8 mm વરસાદ વરસ્યો હતો. આમ, જિલ્લામાં ઝરમર વરસતાં વરસાદથી અંદાજે દોઢ લાખ જેટલાં હેક્ટરમાં થયેલાં વાવેતરને જીવનદાન મળશે.