ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર - CID ક્રાઇમ

અરવલ્લીઃ જિલ્લાના બહુચર્ચિત મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ ત્રણ દિવસથી રિમાન્ડ પર હતા અને તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CID ક્રાઇમે વધુ તપાસ માટે પાંચ દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે ફક્ત  3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અરવલ્લીઃ
અરવલ્લીઃ

By

Published : Jan 21, 2020, 11:53 PM IST

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલએ જણાવ્યું હતું કે, બે આરોપીઓના મૃતક સાથે સંપર્ક હતા. જેની વધુ માહિતી માટે પાંચ દિવસના રિમાંડની માંગ કરી હતી. જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ABOUT THE AUTHOR

...view details