અરવલ્લી :જિલ્લાના માલપૂર અને કૃષ્ણનગર નજીક પદ યાત્રીઓને અંબાજી જતી વખતે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો (A terrible accident occurred in Aravalli). જેમાં ફૂલ સ્પિડમાં આવતી ઇનોવો કારે પદયાત્રીઓને હડફેટે લીધા હતા( A car accident occurred in Aravalli ). આ દરમિયાન તેમાં સ્થાનિક સહિત સાત લોકોના મોત થયા હતા( 7 people died in Aravalli accident). અન્ય 6 પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. પદયાત્રીઓ દાહોદના લીમખેડાની આસપાસ તેમજ માલપુરના કૃષ્ણાપુર ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચોપ્રજાપતિ પરિવારના પાવાગઢમાં અંતિમદર્શન, બસની સાઈડ કપવા જતા અકસ્માત
પદયાત્રીઓને અડફેટે લીધાપ્રાપ્ત માહિતી મુજબ દાહોદ અને પંચમહાલ જિલ્લાના લોકો ભાદરવી પૂનમના દર્શન કરવા માટે અંબાજી દર્શન કરવા રથ લઇને જતાં હતા. આ રથ અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલા કૃષ્ણાપુરા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં મહારાષ્ટ્રા પાર્સિંગની કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઈનોવા ચાલક ગોથુ ખાઈ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા હતા.
અરવલ્લીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત આ પણ વાંચોબલદેવા ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુ
મૃતકોને 4 લાખની સહાય અપાશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પદયાત્રીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. દુર્ઘટનામાં મૃત્યું પામનારા તમામ લોકોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્ત લોકોને 50 000ની સહાય આપવામાં આવશે. આ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને પૂરતી સારવાર મળી રહે તે માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે.