મોડાસા: લોકડાઉનના પગલે પાન-મસાલાની દુકાનો બંધ થઇ ગઇ છે જેથી તેના બંધાણીયોને ફાંફા પડી ગયા છે . જોકે અરવલ્લી જિલ્લના મોડાસામાં કેટલાક પાન – મસાલાની દુકાનવાળાએ ચોરી છુપીથી ગુટખા વેચી રહ્યા હોવાની જાણ જિલ્લા એલ.સી.બી ને થતા કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લોકડાઉનના સમયમાં જીવનજરુરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે જોકે કેટલાક દુકાનદારો આ કરીયાણાની દુકાનની આડમાં પાન-મસાલા ગુટખા અને માવાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી જિલ્લા એલ.સી.બી ને થઇ હતી.
પાન-મસાલાનું વેચાણ કરતા વેપારીઓને અરવલ્લી પોલીસે ઝડપી પાડ્યા - અરવલ્લી ન્યુઝ
મોડાસામાં લોકડાઉન દરમિયાન પાન-મસાલાની દુકાનો બંધ થઇ ગઇ છે. તેમ છતા દુકાનવાળાઓ ચોરી છુપીથી ગુટખા વેચી રહ્યા હોવાની જાણ જિલ્લા એલ.સી.બીને થતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
arvalli
એલ.સી.બી પોલીસે મોડાસા માર્કેટયાર્ડમાં રામદેવ જનરલ સ્ટોરમાં ત્રાટકી પાન-મસાલા , ગુટખા, તમાકુનું વેચાણ કરતા પરશુરામ જેઠાનંદ શાહ નામના વેપારીની 5075 રુપિયાનાા મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ ઉપરાંત મોડાસાની સાબલીયા એસ્ટેટમાં આવેલા શિફા જનરલ સ્ટોર્સમાં પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરતા ઉસ્માન સાદીકભાઈ સિંધવાને 7824 રુપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને વેપારીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.