અરવલ્લી : મોડાસામાં આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસની ઢીલી નીતિના કારણે લોકો હવે ન્યાય મેળવવા રેલી અને ધરણા યોજી રહ્યા છે. તેમજ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે.
મોડાસામાં મારામારીના કેસમાં ધરપકડ ન થતા રેલી યોજાઈ - modasa news
અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા સેવા સદન અને એસ.પી.કચેરીની સામે આવેલી સનરાઈઝ હોસ્ટેલના રેક્ટરને કેટલાંક અસામાજિક તત્વોએ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ત્રણ દિવસ અગાઉ કલેકટર અને એસ.પીને આવદેનપત્ર આપ્યા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. તેમજ ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
![મોડાસામાં મારામારીના કેસમાં ધરપકડ ન થતા રેલી યોજાઈ modasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5966263-thumbnail-3x2-jhf.jpg)
અરવલ્લી
મોડાસામાં મારામારીના કેસમાં ધરપકડ ન થતા રેલી યોજાઈ
જેમાં ઘટનાને 10 દિવસ થયા હોવા છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેને લઈ 72 ગામના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેમાં રેલી સ્વરૂપમાં નીકળી એક સમાજના વર્ગે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે ચોરી હત્યા અને મારામારીની ઘટનાઓ ઘટી રહી છે. જેને લઇને લોકોમાં રોષ છે. તો હવે સવાલ એ થાય છે કે, શું ન્યાય માટે લોકો રેલી યોજી નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે.