ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ખોડિયાર માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો - temples of gujarat

અરવલ્લી: મોડાસા તાલુકાના મુન્શીવાડા ગામમાં આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેથી છેલ્લા બે દિવસથી સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાયું હતું. ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.

અરવલ્લી, મોડાસા,  પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
મોડાસામાં ખોડિયાર માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

By

Published : Feb 2, 2020, 11:47 PM IST

વર્ષો પહેલા મજુમ ડેમ બનતા નવી વસાહતમાં મુન્શીવાડા ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ખોડીયાર માતાજીનું નાનું મંદિર બનાવેલ હતું. આ મંદિર પ્રત્યે ગ્રામજનોની અસ્થા અને વિશ્વાસ છે. કોઇ પણ શ્રધ્ધાળુ માતાજીના મંદિરમાં માનતા, રાખે તેના સઘળા કામો પુર્ણ થાય છે અને દુ:ખો દૂર થાય છે . આ આસ્થાથી પ્રેરીત ગ્રામજનોએ એકત્રિત થઈ મંદિરને વિશાળ બનાવ્યુ છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોડાસા તાલુકાના વોલ્વા, સંજેલી ,દોલપુર શીનાવાડ સહિતના ગ્રામજનોએ આ ભક્તિ ભાવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ ભક્તિના રંગમાં રંગાયા હતા.

ABOUT THE AUTHOR

...view details