ગુજરાત

gujarat

મોડાસામાં SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ ફરિયાદ નોંધાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વસંધ્યાએ શનિવારે રાત્રે મોડાસાના સાંઇ મંદિર નજીક સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. FSIના સભ્યો પર હુમલો થતાં કોંગ્રેસના નેતાઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

By

Published : Mar 4, 2021, 5:04 PM IST

Published : Mar 4, 2021, 5:04 PM IST

Updated : Mar 5, 2021, 12:56 PM IST

મોડાસામાં SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
મોડાસામાં SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

  • મોડાસામાં સર્જાઈ જૂથ અથડામણ
  • SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
  • મોડી રાત્રે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા

મોડાસા: SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર બાદ વાત શારીરિક ઇજાઓ સુધી વાત પહોંચતાં મામલો બીચક્યો હતો. SFI સંગઠનની કન્વીનર તેમની ટીમ સાથે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે ABVP સાથે સંકળાયેલા યુવકો ત્યાં આવી પહોંચ્યાં હતાં. આ સમયે બન્ને કાર્યકર્તા વચ્ચે શાબ્દિક પ્રહાર બાદ વાત શારીરિક ઇજાઓ સુધી પહોંચતાં મામલો બીચકાયો હતો. આ મામલે ભારે હોબાળો થતાં બાયડના ધારાસભ્ય સહિત કોંગ્રેસના અગ્રણીઓ પણ આવી પહોંચ્યાં હતાં. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ યુવતીઓ સાથે થયેલ અભદ્ર વ્યવહારના વિરોધમાં માલપુર રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવતાં ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ SFI કન્વીનર માનસી રાવલે હુમલો કરનાર વ્યક્તિઓની ધરપકડ કરવાની માગ સાથે પોલીસ સામે સૂત્રોચ્ચાર કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.

SFI અને ABVP બંને પક્ષે સામસામી આક્ષેપો કરી જવાબદાર ઠેરવ્યાંં
બંને પક્ષે સામસામા આક્ષેપો કરી એકબીજાને જવાબદાર ઠેરવ્યાંં

ઘટનાના બીજા દિવસે ABVPના પ્રદેશ મીડિયા સંયોજકે ઘટના અંગે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે સમગ્ર ઘટના માટે SFIના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યાં હતાં. તો SFI કાર્યકર્તાઓએ ABVPના કાર્યકર્તાઓ પર તેમના પર હુમલો કરવાનું કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. બંન્ને પક્ષોએ ટાઉન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાચી હકીકત તપાસ પછી જ બહાર આવી શકશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :ડોદરા એમ.એસ યુનિવર્સિટી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

Last Updated : Mar 5, 2021, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details