ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા તાલુકાના મોરા ગામમાં દિપડો પાંજરે પૂરાયો - Mora Village

અરવલ્લીના મોડાસા તાલુકામાં મોરાના જંગલ વિસ્તારમાં કેટલાક દિવસ પહેલા દિપડાનો પરિવાર જોવા મળ્યો હતો. સોમાવરની રાતે ફરીથી દિપડાએ દેખા દેતા ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દિપડાને પકડવા માટે પાંજરા મુકી દીધા હતા. ત્યારે દિપડો પાંજરે પુરાયો હતો.

મોડાસા તાલુકાના મોરા ગામમાં દિપડો પાંજરે પુરાયો
મોડાસા તાલુકાના મોરા ગામમાં દિપડો પાંજરે પુરાયો

By

Published : Feb 17, 2021, 5:35 PM IST

  • સોમવારની રાતે દિપડો દેખાતા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા
  • દિપડાઓ અવારનવાર માનવ વસાહતમાં ઘૂસી જાય છે
  • પાંજરાની નજીક ઊભા રહેલા વન વિભાગના ચોકીદાર ઈજાગ્રસ્ત થયા

અરવલ્લીઃ અરવલ્લીની ગિરિમાળાઓમાં દિપડાની વસ્તી વધતા અવારનવાર દિપડા માનવ વસાહતમાં ઘૂસી જાય છે. જિલ્લાના મોડાસા તાલુકાના કુણા ગામમાં ચાર દિવસમાં દીપડાએ બે બકારાનું મારણ કર્યું હતું. ત્યાં જ વળી વણિયાદ ગામના મોરાના જંગલમાં દીપડાએ દેખા દેતા ગામ લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ગામના લોકોએ વન વિભાગને જાણ કરતા દીપડાને રેસ્ક્યૂ કરવા પાંજરા મૂકવામાં આવ્યા હતા. મારણ સાથે પાંજરા મૂકાતા દિપડો શિકાર કરવાની લાલચે આબાદ પાંજરામાં ફસાયો હતો.

દિપડાએ વન વિભાગના ચોકીદારને પંજો માર્યો

પાંજરે પૂરાયેલા ખૂંખાર દિપડાઓ છૂટવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. આ દરમિયાન પાંજરાની નજીક ઉભા રહેલા વન વિભાગના ચોકીદારને પંજો મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચોકીદારને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પાંજરાની નજીક ઊભા રહેલા વન વિભાગના ચોકીદાર ઈજાગ્રસ્ત થયા
હજી પણ બે બાળ દિપડા જંગલ વિસ્તારમાં ફરી રહ્યા છે

દિપડો પાંજરે પૂરાયાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટ્યા હતા. વન વિભાગે દિપડાને રેસ્ક્યૂ કરી મોડાસા ખાતેની કચેરી ખસેડ્યો હતો. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજી પણ બે બાળ દિપડા જંગલ વિસ્તારમાં ફરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details