માલપુર બસ સ્ટેશનને સુવિધા સંપન્ન બનાવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે નવીન બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે બસ સ્ટેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના અન્ય નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનનોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. રૂપિયા 1.95 કરોડના ખર્ચે તૈયાર થયેલા માલુપર બસ સ્ટેશનમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલ્બધ કરાવામાં આવી છે.
અરવલ્લીના માલપુરમાં નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થયું - Gujarati news
અરવલ્લીઃ જિલ્લાના માલપુરમાં નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઇ-લોકાર્પણ કરીને લોકો માટે ખુલ્લું મુક્યું હતું.
અરવલ્લીના માલપુરમાં નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થયું
નવીન બસ સ્ટેશનમાં ઠંડા પાણીની પરબ, પાર્કિંગ વ્યવસ્થા, વિકલાંગ માટે અલગથી ટ્રેક તેમજ આધુનિક કેન્ટીનનો પણ સમાવેશ કરાયો છે. આ પ્રસંગે માલપુરની જનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.