ગુજરાત

gujarat

ETV Bharat / state

આ તે કેવી બેદરકારી: મેઘરજ બસ ડેપોમાંથી માનસિક અસંતુલિત વ્યક્તિ બસ લઇને ફરાર - અરવલ્લી જિલ્લા

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં શુક્રવારે વહેલી સવારે એક અજુગતો બનાવ બન્યો હતો. મેઘરજ ડેપોમાંથી એક વ્યક્તિ બસ લઇ ફરાર થઇ જતા અફરાતફરી મચી હતી. ડેપોમાંથી ધોળા દહાડે બસ ચોરી થઇ જતા ડેપો મેનજરે પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Aravalli
Aravalli

By

Published : Jul 16, 2021, 6:51 PM IST

  • મેઘરજ બસ ડેપોમાંથી માનસિક અસંતુલિત વ્યક્તિ બસ લઇને ફરાર
  • માનસિક અસંતુલિત વ્યક્તિએ બાઈક ચાલકને અડફેટે લીધો
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

અરવલ્લી: જિલ્લાના મેઘરજમાં શુક્રવારે વહેલી સવારે એક અજુગતો બનાવ બન્યો હતો. મેઘરજ ડેપોમાંથી એક વ્યક્તિ બસ લઇ ફરાર થઇ જતા અફરાતફરી મચી હતી. ડેપોમાંથી ધોળા દહાડે બસ ચોરી થઇ જતા ડેપો મેનજરે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી બસ સાથે વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં વૃદ્ધાનો છઠ્ઠા માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

માનસિક અસંતુલિત વ્યક્તિ બસ લઇને ફરાર થયો અને કોઇને ખબર જ ન પડી

અરવલ્લી જિલ્લાના મેઘરજ બસ ડેપોમાં શુક્રવારે વહેલી સવારે અચરજ પમાડે તેવી ઘટના બની હતી. મોડાસા – મેઘરજ રૂટ વાળી બસના ડ્રાઇવર કુદરતી હાજતે ગયા હતા અને આ દરમિયાન કંડકટર બસની બહાર મુસાફરોને ટિકીટ આપતા હતા. આ સમયે એક માનસિક અસંતુલિત વ્યક્તિ ડ્રાઇવર સાઇડના દરવાજા પરથી બસમાં ચડીને ડ્રાઇવર સીટ પર બેસી બસ હંકારી ગયો હતો. આ સમયે કંડકટરની નજર આ વ્યક્તિ પર પડી નહી અને તેઓ ડ્રાઇવર જ બસ વળાવે છે તેમ સમજ્યા હતા. જો કે, ડ્રાઇવરને સામેથી આવતા જોયા ત્યારે ભાન થયુ કે બસ તો બીજો કોઇ વ્યક્તિ ચલાવીને નીકળી ગયો છે.

આ તે કેવી બેદરકારી: મેઘરજ બસ ડેપોમાંથી માનસિક અસંતુલિત વ્યક્તિ બસ લઇને ફરાર

આ પણ વાંચો: આ વ્યક્તિને ખેતરમાં બે ભુત મારી નાખવાની આપી રહ્યા છે ધમકી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

બાઈક ચાલકને અડફેટે પણ લીધો

આ અંગે ડેપો મેનજરે પોલીસ સ્ટેશનમાં તાત્કાલીક જાણ કરી હતી . પોલીસે બસનો પીછો કરી ઉન્ડવા તરફ બસ લઈને ભાગેલા વ્યક્તિને બસ સાથે ઝડપી પાડ્યો હતો . એટલુ જ નહી આ માનસિક અસંતુલિત વ્યક્તિએ મેઘરજ તાલુકાના પાડીયા પાટિયા પાસે બાઈક ચાલકને અડફેટે પણ લીધો હતો. સદ‌્નસીબે સવારના સમયે બજારમાં અને રોડ પર ટ્રાફીક ઓછો હોવાનાને લઇ કોઇ મોટી ઘટના ટળી હતી. ત્યારે હાલ તો આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે .

માનસિક અસંતુલિત વ્યક્તિએ બાઈક ચાલકને અડફેટે લીધો

ABOUT THE AUTHOR

...view details