ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જેલના 127 કેદીઓ સહિત જેલ સ્ટાફના સભ્યોનું કોરોના પરીક્ષણ થયું - Corona virus in modasa

હાલ સમગ્ર દેશમાં કોરોનાનું ઘાતક સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર ગણાતા ડોક્ટર્સ તેમજ પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અરવલ્લીમાં તકેદારી રૂપે જેલના કેદીઓ તેમજ જેલ સ્ટાફના આરોગ્યનું નિદાન કરી કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અરવલ્લીના જેલના 127 કેદીઓ અને 17 જેલ સ્ટાફના સભ્યોનું કોરોના પરીક્ષણ થયું
અરવલ્લીના જેલના 127 કેદીઓ અને 17 જેલ સ્ટાફના સભ્યોનું કોરોના પરીક્ષણ થયું

By

Published : Jul 1, 2020, 8:36 PM IST

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય તથા નગર વિસ્તારમાં ઝડપથી ફેલાતા કેસની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. ત્યારે મોડાસામાં જ કોરોનાના 105થી વધુ કેસ મળી આવ્યા છે.

અરવલ્લીના જેલના 127 કેદીઓ અને 17 જેલ સ્ટાફના સભ્યોનું કોરોના પરીક્ષણ થયું

મોડાસા આરોગ્ય તંત્ર દ્વારા શહેરીજનો સહિત જેલના કેદીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જે અંતર્ગત બે દિવસના આરોગ્ય કેમ્પનું આયોજન કરીને જેલના 127 કેદીઓ તેમજ ફરજ બજાવતા 17 જેલ સ્ટાફના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવેલા સેમ્પલનું પીસીઆર ટેસ્ટ થકી પરિણામ આવશે.


ABOUT THE AUTHOR

...view details