- કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા વહીવટી તંત્ર થયું સાબદુ
- સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટે માસ્ક અપ ડ્રાઈવ યોજી
અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે વહીવટી તંત્ર હવે સાબદુ થયુ છે. લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન કરે તે માટે જિલ્લાના મોડાસામાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટે માસ્ક અપ ડ્રાઈવ યોજી લોકોને કોરોના અંગે જાગૃત કર્યા હતા.
મોડાસામાં SDM દ્વારા માસ્ક -અપ ડ્રાઇવ યોજવામાં આવી
માસ્ક વિના ફરતા બેદરકારોને દંડ ફટકારવામાં આવ્યો
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના કાફલા સાથે મોડાસાના SDM મયંક પટેલ, મામલતદાર અરૂણ ગઢવી, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે લોકો, સરકારી ગાઇડલાઇનનો અમલ કરે તે માટે મોડાસાની દુકાનો અને શોપિંગ સેન્ટર્સમાં ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. લોકોને માર્ગદર્શન અને માસ્ક આપવાની સાથે બેદરકારોને દંડ પણ ફટકાર્યા હતા. માસ્ક વિના બિન્દાસ્ત ધંધો કરતા વેપારીઓ અને ફેરિયાઓએ દંડાત્મક કાર્યવાહીથી બચવા અનેક બહાના બનાવ્યા હતા અને આજીજી કરતા નજરે પડ્યા હતા.
મોડાસામાં SDM દ્વારા માસ્ક -અપ ડ્રાઇવ યોજવામાં આવી કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જણાતા SDMએ તબીબને પણ આપ્યો ઠપકો બીજી બાજુ મોડાસાના ડૉક્ટર હાઉસમાં આવેલા દવાખાનાઓમાં પણ બેદરકારી જણાતા SDM મયંક પટેલે એક ડૉક્ટરને ઠપકો પણ આપ્યો હતો.