- માલપુરના છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ
- ગ્રામજનોએ વેઠેલી તકલીફ યુવાઓને ન પડે તે માટે લાઇબ્રેરી શરૂ કરાઇ
- કોયલિયા ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી લાયબ્રેરી શરૂ કરાઇ
અરવલ્લી : ગામડાઓમાં સાક્ષરતાનો દર વધવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગે પણ યુવાનોમાં જાગૃતિ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સામાન્ય જ્ઞાનનું વાંચન ખૂબ જરૂરી છે. ત્યારે અરવલ્લીના છેવાડાના ગામડાઓમાં લાઇબ્રેરીઓ સ્થાપવાનું બીડુ કેટલાક દાતાઓએ ઝડપ્યુ છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કોયલિયા ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી લાયબ્રેરી શરૂ કરવામાં આવતા યુવાનોમાં ખુશી છવાઇ છે.
છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ ગ્રામજનોએ વેઠેલી તકલીફ યુવાઓને ન પડે તે માટે લાઇબ્રેરીની વ્યવસ્થા કરાઇ
સામાન્ય રીતે ગામડાના યુવક-યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે મોટા શહેરોમાં રહીને તૈયારી કરવી પડતી હોય છે. જોકે, ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતા ઉમેદવારો શહેરમાં રહી પરીક્ષાની તૈયારી કરવાનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી પરિસ્થિતીમાંથી આવતા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તેવા ઉમદા આશયથી અરવલ્લીના માલપુર તાલુકાના અંતરિયાળ ગામ કોયલિયા ખાતે લાયબ્રેરી શરૂ કરાઈ છે. યુવાઓના ભવિષ્યનો વિચાર કરીને ગ્રામજનોએ વેઠેલી તકલીફ યુવાઓને ન પડે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે.
છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ દાતા દ્વારા આ અગાઉ 3 ગામડાઓમાં લાઇબ્રેરી શરૂ કરાઇ છે
ગુલાબસિંહ ખાંટ દ્વારા આ પૂર્વે માલપુર તાલુકાના રાયવાડા, ફાંસારેલ તેમજ ભેમપોડા ગામે લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. સમાજના યુવાઓ સારો અભ્યાસ કરી સરકારી નોકરીમાં જોડાય તે માટે દાતાઓ તેમને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે. આ ઉપરાંત દાતાઓ દ્વારા આગામી દિવસોમાં દર 5 ગામડાએ એક ગૃપ લાયબ્રેરી શરૂ કરવાની યોજના છે.