ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લીના સહયોગથી મહિલાઓમાં પોતાના હક તેમજ હીતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગના લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને આ શિબીર યોજાઇ હતી.
મોડાસામાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે કાયદાકીય જાગૃતિ શિબીર યોજાઈ
અરવલ્લીઃ બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે કાયદાકીય જાગૃતિ શિબીર યોજાઈ હતી. જિલ્લાના મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને આ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતું કે, કાયદાકીય જાગૃતિ શિબીરથી મહિલાઓને બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થાય છે. તેમજ તેને અનુસરીને મહિલાઓને થતો અન્યાય દૂર કરે છે. તેમજ મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારની વિવિધ મહિલાલક્ષી લાભો મેળવતી થઇ છે.
આજે મહિલાઓ પુરૂષો સમોવડી બની છે. મહિલાઓ નારી અદાલતો દ્વારા મહિલાઓના પ્રશ્નોનો જલદીથી ઉકેલ લાવી શકી છે. મહિલાઓ સખી મંડળો, સ્વ સહાયક જૂથો જેવા મંડળો બનાવી બચત કરતી અને રોજગારી મેળવતી થઈ છે. ઘણી બહેનો લઘુઉધોગ કરી અગરબત્તી, બ્યૂટી પાર્લર, શિવણ જેવા ધંધા કરી રોજગારીની વિવિધ તકો ઉભી કરી રહી છે. મહિલાઓને 33 ટકા અનામત મળતા પોલીસ વિભાગ, એસ.ટીમાં કંડક્ટર તરીકે તેમજ અન્ય સરકારી કચેરીઓમાં મહિલાઓનું યોગદાન રહેલું છે.