- અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય
- તમામ દર્શાનાર્થીઓને નિ:શુલ્ક જમાડવામાં આવશે
- કોરોના ગાઈડલાઈનનુ કરવામાં આવશે પાલન
અરવલ્લી: અંબાજી ખાતે સૌપ્રથમ વખત મંદિર ટ્રસ્ટે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. આજ (સોમવાર)થી રાજ્યસભાના સાંસદ તથા જીલ્લા કલેકટરના હસ્તે દીપ પ્રગટાવી સદાવ્રતને ખુલ્લુ મુક્યુ હતુ. અંબાજી મંદિરમાં માતાજીને ધરાવાતા રાજભોગનો પ્રસાદ અને સદાવ્રત માટે બનતી રસોઈમાં ભેળવી બધો જ પ્રસાદ તમામ માઈભક્તોને મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.
11 કુવારી કન્યાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું ભોજનાલય
આજે સૌપ્રથમ 11 કુંવારી કન્યાઓને હસ્તે ભોજન પ્રસાદ પીરસીને તમામ યાત્રીકો માંટે નિઃશુલ્ક ભરપેટ ભોજન સદાવ્રત શરૂ કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો સહીત દાનદાતાઓને પણ આ સદાવ્રત અન્નક્ષેત્રમાં સહયોગ કરવા જીલ્લા કલેકટરે અપીલ કરવામાં આવી છે.